અમદાવાદમાં નવરાત્રી-2026 માટે ગરબા આયોજકો સાથે પોલીસની મહત્વની બેઠક.અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે બુધવારે 30 સપ્ટેમ્બરે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરની કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સંયુક્ત તથા અધિક પોલીસ કમિશનરો, ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટરો, SHE ટીમના ઇન્ચાર્જ, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં ગરબા આયોજન માટે જરૂરી મંજૂરી અને સર્ટિફિકેટ અંગે આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના IFP પોર્ટલ પર આધારકાર્ડ, સ્થળ માલિકનું સંમતિપત્ર, ફાયર સેફ્ટી NOC, ઇલેક્ટ્રિકલ સેફ્ટી પ્રમાણપત્ર, જાહેર હિતની વીમા પોલિસી અને CCTV વ્યવસ્થાની વિગતો રજૂ કરવાની રહેશે. સાથે જ સુરક્ષા ગાર્ડ, મહિલા સુરક્ષા ગાર્ડ, મેટલ ડિટેક્ટર તથા Entry-Exit અને Emergency Exitની વ્યવસ્થા ફરજિયાત રાખવા સૂચના અપાઈ છે.મોટા ગરબાઓમાં ખેલૈયાઓની સંખ્યા ગણવા માટે AI આધારિત CCTV કેમેરા લગાવવા પણ સૂચના આપવામાં આવી છે. ગરબા સ્થળે સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કેફી દ્રવ્યો કે કેફી પ્રવાહીનું સેવન કરનાર વ્યક્તિ પ્રવેશ ન કરે તે અંગે વિશેષ તકેદારી રાખવા આયોજકોને સૂચના અપાઈ હતી.

Written by

in

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More posts