*SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા: CM ભૂપેન્દ્ર પટેલ*

Written by

in

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ પર પાયાવિહોણા આક્ષેપો કરીને કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આથી ચૂંટણી પંચમાં મતભેદ હોવાના કોંગ્રેસના આક્ષેપો ખોટા સાબિત થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં SIR પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6ને યોગ્ય ગણાવવામાં આવ્યું છે. કોઈપણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના વલણ અંગે આક્ષેપ કર્યો કે, જ્યાં કોંગ્રેસને જનાદેશ મળે ત્યાં તે લોકશાહીની જીત ગણાવે છે, જ્યારે ભાજપ જીતે ત્યારે ‘વોટ ચોરી’ના આક્ષેપ કરે છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા અને વૈશ્વિક પ્રભાવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિપક્ષે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ અંગેના પ્રશ્નો તથ્યો, કાયદા અને બંધારણીય વિશ્વાસના આધારે ઉઠાવવા જોઈએ.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More posts